________________
૨૬૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વિશેષાર્થ : જે સ્વરૂપ-જિજ્ઞાસુ પુરુષે છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે. અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે, અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સોગી સિદ્ધ છે. સંગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે સિદ્ધ ભગ વાન અને તેમનાં જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપ લયને પામી શકે છે. જે ભગવાન અહંતનું સ્વરૂપદ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જે યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભેગબે ક્ષય થયે છે, તે અમ જેવાને તે પ્રારબ્ધદય ભગવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી, અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપકવ કાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધદયમાં કંઈ પણ ઉપગની યથાતથ્થતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસરગવેષ જોઈશે,