________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
ચલાયમાન રહેવા ચેાગ્ય છે, એમ જાણીને પરમ પરિત્યાગના ઉપદેશ કરતા હવા.
૨૬૩
પુરુષ સસંગ
સ` પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યાગ્ય નથી. દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
જ્ઞાની પુરુષોએ વારવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફ્રી ફ્રી તે ત્યાગના ઉપદેશ કર્યાં છે, અને ઘણું કરી પેાતે પણ એમ જ વર્યાં છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સક્ષેપ વૃત્તિ જોઈએ, એમાં સ ંદેહ નથી. આરંભ પરિગ્રહના ત્યાગ કયા કયા પ્રતિમધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કઇ પણ તથારૂપ ફળ આણુવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તે તે જીવને સુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ પરિગ્રહના ત્યાગ કયા પ્રકારે થયા હાય તા યથાથ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યાગ્ય છે.
કોઈને અર્થ વિકલ્પ નહી. આણુતાં અસગપણુ' જ રાખશે. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિ'જા રંગાશે, તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસ ંદેહતા છે. ખરા અ'તઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહો ! અહા ! શ્રી સદ્ગુરુ, કરુણાતિ આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા ! ઉપકાર.
અપાર,
અહા ! અહા ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવા ઉપકાર કર્યાં.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ