________________
૨૪૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સમાધાન -પુદ્ગલ દ્રવ્યની દરકાર કરવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પિતાનું નથી તે પિતાનું થવાનું નથી, માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ?
ઉત્સગ માર્ગ એટલે યથાખ્યાત ચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તી સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અકિય છે, અપવાદ સક્રિય છે, ને તેથી જે ઉતરત તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાન તે ઉત્સર્ગ છે, તેથી નીચેના ગુણસ્થાનકે એક બીજાની અપેક્ષાએ અપવાદ છે.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૮૩ કર્મના નિયમ
વાસ્તવિક તે એમ છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહી કરેલું એવું કંઈ કર્મ ફળ પ્રાપ્ત થાય નહી, કોઈ કઈ વખત અકસ્માત કેઈનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી. કેઈપણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે.
જે કેઈપણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તે કોઈપણ પ્રકારે તેનું ક્ષેતૃત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય ય તે પછી તેનાં કેઈપણ પ્રકારનાં દુઃખેને સંભવ પણ ન જ થાય.
જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ આત્માને નજ થતું હોય તે પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાને જે માગ ઉપદેશ છે તે શા માટે ઉપદેશે છે? જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં, એમ વેદાંતાદિ કહે છે, તે જે દુઃખ ન જ હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહે જોઈએ? અને કતૃત્વપણું ન હોય, તે દુઃખનું ભકતૃત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કમનું કર્તુત્વપણું ઠરે છે.”