________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૨૯ વિના શ્રેય ઈચ્છે છે કે જેને સંભવ ક્યારે પણ થઈ શક્યું નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહિ.
મહષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સંસાર પરિભ્રમણ નિવૃત્તિને અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિને ઉપદેશ કરે છે, એ ઉપરથી નિવૃત્તિ બોધ અંતર્દશનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણન વતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણ નિવૃત્તિને પવિત્ર વિચાર તત્વજ્ઞાનીએ નિરંતર કરે છે. પરિણામમાં જ્ઞાન દશનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદને અખંડ નિવાસ છે. જન્મ મરણની વિટંખનાને અભાવ છે; શેકને ને દુઃખને ક્ષય છે. ૧૧. ગજસુકુમાર :
ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખડગ છે, પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે, શુદ્ધ ભાવે અસહ્ય દુખમાં સમ પરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા સુરૂપવાન, સુકુમાર, માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસાર ત્યાગી થઈમશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા.
સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તે સંસાર ત્યાગી ગયા. આથી પિતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સેમલ બ્રાહ્મણને ભયંકર કેધ વ્યાપે. ગજસુકુમારની શેધ કરતે કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે ત્યાં આવી પહોંચે. કેમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા ઈધન પૂર્યું એટલે મહાતાપ થયે, એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડે એટલે તે સોમલ જતો રહ્યો એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા ! કિચિત કે કે દ્વેષ એના હૃદયમાં જ નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક