________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૨૨૭ એક પિતાના સે પુત્રોમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. તેમાં આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી–રાજ્યસન-ભેગીઓ ઉપરા ઉપરી આવનાર એજ આદર્શ ભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે.
અભિવંદન છે તે પરમાત્માઓને. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા.
વિશેષાર્થ–પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજ સમાજને છોડીને જેણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચેાથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તે વૈરાગ્ય ભાવ દર્શાવીને જ્ઞાની પુરૂષનાં મનને રંજન કરનાર થાઓ !
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.
» શાંતિ
શિક્ષાપાઠ : ૮૦ મહપુરૂષ ચરિત્ર ભાગ-૨
૯. સનત્કુમાર :
રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરૂથી ગગતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે. પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રામે પણ બબ્બે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી ભરેલી હેવાથી કરોડો રગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અનાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ,