________________
૨૨૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ત્યાગ કરવાના ઉપદેશાથે અહીં દર્શિત કર્યો છે. (એને પણ વિશેષ ઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા તે વિષે કિંચિત્માત્ર નમિરાજને એકત્વ સંબંધ આપીએ છીએ.)
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝ ત્યાં કકળાટ કંકણુત, છોતી નમિભૂપતિ, સંવાદે પણ ઈદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ – રાણીઓને સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં કાર્યો હતો, તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝે. ઈદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો અને એકત્વને સિદ્ધ
૮. ભરતેશ્વર :
એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે, અઢળક સામ્રાજ્ય લક્ષ્મીને ભક્તા, મહાઆયુ ધણ અનેક રત્નની યુતતા ધરાવનાર રાજ રાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિષે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વૈરાગી થયે ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા ગ્ય ચરિત્ર સંસારની કાર્નેતા અને ઔદાસીન્યને પૂરેપૂરે ભાવ ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહે ! એને ત્યાં ઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી કે નહતી રાજ રિદ્ધિની ખામી. નહતી વિજય સિદ્ધિની ખામી કે નવનિધિની ખામી, નહેતી પુત્ર સમુદાયની ખામી, કેનહોતી કુટુંબ પરિવારની ખામી, નહેતી રૂપકાંતિની ખામી કે નહોતી યશ-કીતિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃસ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષા પ્રસાદીને લાભ આપીએ છીએ કે ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સપેકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહા વૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા અને આત્મ શક્તિનું પ્રફુલિત થવું, આ મહાગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.