________________
૨૨૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ * ભાવી દીઠે છે. તે પછી બીજા છ કયા પ્રાગે દેહને નિત્ય કરી
શ્રી જિનને એ અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે, જીવને અનંતા પર્યાય છે, અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. અને પરમાણુ અચેતન હેવાથી તેના પર્યાય પણ અચેતન છે, જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ યંગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કરે. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના મોક્ષાથે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થડા વખતમાં પ્રાપ્ત થાય છે.
જેને કોઈપણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પરમગી એવા કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેર ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરૂષને નિશ્ચય છે. આ દેહે કરવા ગ્ય કાર્ય તે એકજ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વતે એજ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા