________________
૨૧૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આ તથા બીજા તેવાં સહઅગમે પ્રમાણે આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે, તેમજ તેને વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખ દુઃખાદિ ભેગાવનાર તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણ કરનાર એ આદિ ભાવે જેના વિવમાનપણથી અનુભવમાં આવે છે. તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળે છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દેષ કે બાધ જણાતે નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.
પ્રશ્ન (ર) તે કંઈ કરે છે?
ઉત્તર (૨) જ્ઞાન દશામાં, પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે, અજ્ઞાન દશામાં કંધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવના ફળને ભક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કઈ આકારમાં લાવવારૂપ કિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેન કર્મ કહે છે, વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા ક્રોધાદિને કર્તા થઈ શકતું નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામને જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે.
પ્રશ્ન (૩) અને તેને કર્મ નડે છે કે નહીં?
ઉત્તર (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હેઈ વખતને ચેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, અર્થાત તે કર્મો આત્માને ભેગવવાં પડે છે, જેમ અગ્નિના સ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે, આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે અને તે પરત્વે જે કઈ પ્રશ્ન થાય તે લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત