________________
૧૮૦
પ્રાવધ શૈલી સ્વરૂપ વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યક પ્રકારને નિશ્ચય આવે છે. મોટા પુરૂષએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિગ્રહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક્ પરિણામ ફળીભૂત થાય છે, અને વેદના વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણું, તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યાં હેય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવમાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મેડે ફળીભૂત થાય છે.
એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળે, તેમના હાથમાં લાકડી હતી, સિંહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યા જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યું કે “આત્મા અજર, અમર છું, દેહ પ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ ઃ અહીં જ ઉભું રહે. સિંહને ભય છે તેજ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે. આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તે કેવળજ્ઞાન પ્રગટ થયું. માટે વિચાર દશા, વિચાર દશા વચ્ચે ઘણો જ ફેર છે. * આત્મકલ્યાણ થવામાં પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે. પણ જે તે પરિષહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે.
મહાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી