________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ શકે નહી એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ. જીવન અનઅધિકારીપણને લીધે તથા સત્પરૂષના વેગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
મને યત્નાપૂર્વક વાંચજે. મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરે છે. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો, એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આત્મશાંતિ પામી શકશે.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરૂં છું.
૩ શાંતિ
શિક્ષાપાઠ : ૨. જિનદેવ જેઓને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે, કર્મના સમુદાય મહેગ્ર તપપધ્યાન વડે વિશાધન કરીને જેઓ બાળી નાખે છે, જેઓએ ચંદ્ર અને શખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે, ચક્રવતી, રાજા કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શેકનું કારણું માનીને તેને ત્યાગ કરે છે કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરગીત્વ અને આત્મ સમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે, સંસારમાં મુખ્યતા ભગવતા જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ મેહની જનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળા પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે, વીતરાગતાથી કર્મ ગ્રીષ્મથી અકળાતા