________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૬૭ વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું.
હું કેવળજ્ઞાન સ્વરૂપ છું. એમ સમ્યક પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે, સર્વ ઈન્દ્રિયોને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી યેગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
હું એક છું, અસંગ છું, સર્વ પરમભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું.
અજન્મ, અજર, અમર શાશ્વત છું.
સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.
શુદ્ધ મૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ નૌતન્ય. સભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન.
શુદ્ધાત્મ પદ. તપ કરે, તપ કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે,
શુદ્ધ રૌત નું ધ્યાન કરે. સવ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાન સહિત અવધુવતુ વિદેહીવત જિનકલ્પવત્ વિચરતા પુરૂષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
(સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર. રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર) તે પદ મનુષ્યદેહેને વિષે સંપ્રાપ્ત થવા દેવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળ દર્શનસ્વરુપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં