________________
૧૫૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ઘણું ઘણું જ્ઞાની પુરૂ થઈ ગયા છે. તેમાં અમારી જે ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં ચેડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શક્તા નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીએ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વ સંગ’ શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે. કારણકે અમે પણ નિશ્ચય તેજ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગનીચ રણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ ગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હેવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય
ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ મેક્ષની યથાર્થ - વ્યવસ્થા જે દશનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કેઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઇશું એમ અમને દઢ કરીને ભાસે