________________
૧૫૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
- ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે માટે મુક્ત સ્વરૂપ લાગે છે. વીતરાગપાશું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણવીએ તે સત્સંગ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શકયા છીએ...લેક પરિચય ગમતું નથી. જગતમાં સાતું નથી.
» શાંતિ
શિક્ષાપાઠ ૫૮ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૪
જ્ઞાનના આત્માને અવકીએ છીએ અને તેમ થઈએ છીએ. જગત કાંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.
કેઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમજ બીજાં પણ ખાવા પીવા. વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈચ્છતું નથી, કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વટવા ઈચ્છા થતી નથી. કેઈએ પૂછેલા. પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝે સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવા પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બાદ તે અમને સહજે સાંભરી આવે છે, એટલે. જ તમને અને ગેસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજે. બીજે. કઈ તેમ લખવામાં હેતુ નહે. આત્મસંયમને સંભારીએ છીએ. યથા– પ વીતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ.