________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૧૩૧ શિક્ષાપાઠ ૫૦. મહાત્માઓની અનંત સમતા
“ઘઉં પુસ્તાન ” –- હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે.” એમ માતા પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમ ધર્મમાં–સાવધાન થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગા સંબંધીના પરિ. ત્યાગી થયા. પવિત્ર પાંચ મહાવ્રત યુક્ત થયા. મમત્વ રહિત થયા; નિરંહકારી થયા, સ્ત્રી આદિકના સંગ રહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાન ભાવ થયે. આહારજળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ છે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરો, કઈ માન દો કે કોઈ અપમાન દે. તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વીરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયા શલ્ય, નિદાન શલ્ય, તથા મિથ્યાત્વ શલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા, સપ્ત મહાભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવત્ય. નિદાન રહિત થયા. રાગ દ્વેષરૂપી બંધનથી છૂટી ગયા, વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કઈ કાપે અને કેઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા, પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યા. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિતેંદ્ર શાસન તત્વપરાયણ થયા, જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા.
સમ્યક્ પ્રકારથી ઘણું વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક 'માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા.