________________
૧૨૫.
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૪૮. વૈતાલીય અધ્યયન ભાગ ૨ જે
પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય “વૈતાલીય અધ્યયન ગાથા ૩૧-૩૨. સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, ક્ષમાગે ચઢાવ્યા છે ત્યાં એજ ઉપદેશ કર્યો છે?
હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરીને ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
કઈ પણ પ્રકારે સદ્દગુરૂને શોધ કરે, શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સવ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તે જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું. અનાદિકાળનાં પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનરિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્ મળ્યા નથી, સત્’ સૂર્યું નથી, અને “સ” શ્રધ્યું નથી અને એ મળે, એ સુણે અને એ શ્રધ્યેજ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારે.
જે જે ઈચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છેપરંતુ. એ ઈચ્છાની સર્વ પ્રકારની ફુરણ તે સાચા પુરૂષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક. વાકય સર્વ અનંતજ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યારસુધીમાં અપૂવને. પામ્યો નથી. જે પામે છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાંની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમેલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરૂષના