________________
૧૨૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સર્વ દર્શનને સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”
સૂત્ર કૃતાંગ, દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચેવસમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે
_ 'निव्वाणसेट्ठा जह सव्वधम्मा.' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
સારાંશે મુક્તિ એટલે સંસારના શેકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાને અભાવ છે, શેકને ને દુઃખને ક્ષય છે...................એજ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે, અને એ જ માટે વિતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી હે માનવી! આત્માને ઉજજવળ કર.
भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईएः
पत्तोसि तिव्व दुःख, भावहि जिणभावणा जीव.॥ ભયંકર નરક ગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તુતીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આશા એક મેક્ષ કી હેય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન ગ જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ.