________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
૧૦૯: ન જ જાય. આ પ્રકારે જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી એવાં જે જ્ઞાનીનાં વચને તેને દઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્ય વ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંક્તિ નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ, ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવા માત્ર છે.
“મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી (લઈ) ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
જે જીવને મોહનીય કર્મરૂપી કષાયને ત્યાગ કર હોય, તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કમરૂપ શત્રુને ધીરે ધીરે નિબળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિબળપણને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તે એકી વખતે તેના ઉપર જ્ય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી
હવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પિતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કટીને પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયના વિષય મોળા કરવા, તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે, બીજી ઈદ્રિયેના વિષયો. ઈદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન છતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે.