________________
પક અમાવાસ્યાની સ્તુતિ.
પાઈની દેશી. અમાવાસ્યા તો થઈ ઉજલી, વીરતણે નિર્વાણ મિલી દિવાલી દિન તિહાંથી હૈત, રાય અઢાર કર ઉઘોત. ૧ - શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગહે સંયમ ધ્યાન, સંપ્રતિ જિનનાં થયાં કલ્યાણ અમાવાસ્યા દિવસે ગુણખાણ
કાલ અનાદિ મિથ્યાત્વ નિવાસ, પૂરણ સંશા કહીએ તાસ આગમ જ્ઞાન વહ્યો જેણી વાર, કૃષ્ણપક્ષી જીત્યો તેણી વાર.
યક્ષ સિદ્ધાઈ દેવી, સાંનિધ્યકારી કરે સ્વયમેવી, કવિ જ્ઞાનવિમલ કહે શુભ ચિત્ત, મંગલ લીલા કરો નિત નિત..
પન્નર તિથિની થેયે.
દીન સકલ મનેહર-એ દેશી. સાસય ને અસાસય ત્યતણા બિહુ ભેદ થાપન સ્વરૂપે રૂપાતીત બેહુ ભેદ, બિહુ પક્ષે ધ્યા, જિમ હેયે ભવ છેદ, અવિચલ સુખ પામે, નાસે સઘલા ખેદ. ૧
ઉત્સર્પિણું અવસર્પિણી, કાલ બે ભેદ પ્રમાણ વિજે ને ચોથે, આરે જિનવર ભાણ, ઉત્કૃષ્ટ કાલે, સત્તરિય જિનરાજ; તિમ વિસ જઘન્યથી, વંદે સારા કાલ. ૨