________________
પ૭૮
ના નવિ કી જ શંકા દુષણ, અતિયાર તણું તિહાં ધારણા, પ્રવચન રસ કીજ વારણ, એહ છે ભવજલ તારણ. 3
શાસન દેવી નામે ચંડા, દિએ દુર્ગતિ દુર્જનને દંડા, અકલંક કલા ધરી સમ તુંડા, જસજિ અમતસર કંડા; જસ કર જપમાલા કહેડા, સુર નામ કુમાર છે ઉદંડા; જિન આગલે અવર છે એરંડા, જ્ઞાન વિમલ સદા સુખ અખંડા.
પુનમની સ્તુતિ, શ્રી જિનપતિ સંભવ યે સંજમ જિહાં શ્રી મુનિસુત્રત નમિ ચવનું તિહાં સકલ નિર્મલ ચંદ્ર તણી વિભા, વિશદ પક્ષ તણે શિર પૂર્ણિમા.
ધર્મનાથ જિન કેવલ પામીઆ, પદ્મ પ્રભ જિન નાણ સમાધિઓ; પંચકલ્યાણક સંપ્રતિ જિન તણું, થયા પુનમ દિવસે સોહામણા.
પન્નર તણે વિરહે લહ્યા, પર ભેદે સિદ્ધ જિહાં કહ્યા; પન્નર બંધન પ્રમુખ વિચારણ, જિનવર આગમ તે સુણીએ જના.
સકલ સિદ્ધિ સમિહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા, વિધુ કરજવલ કીર્તિ કલા ઘણ, જ્ઞાનવિમલ જિનના તણે ગુણ.