________________
આચાર જે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાંજેણે સુખ તયાં, નર નારી મળી એમ માને . ૪.
ભદ્રા કહે આચારજ ભણે, તમને કહું છું કર જોડ રે; જાળવજો એને રૂડી પરે, મુજ કાળજડાની કાર રે અ ૫
તપ કરતાં એને વાર, ભૂખ્યાની કરજે સારો રે, જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ્ર તણે અવતાર રે. અ૦૬
માહરે આથી પિથી એ હતી, દીધી છે તુમયે હાથ રે. હવેજિમ જાણે તેમજાણજે,વહાલી માહરી એ આર.અ૭
સાંભળ સુત જે વ્રત આદર્યું, તે પાળજે નિરતિચાર રે; દૂષણમ લગાડીશ વ્રત ભણી, તું જેમ પામે ભવ પાર રે. અ૦૮
ધન્ય ગુરૂ જેહનો એ શિષ્ય થયે, ધન્ય માત પિતા કુળ જાસરે જહને કુળ એ સુત ઉપન્યો બોલાવી જશવાસ.અ.૯
એમ કહી ભદ્રા પાછી વળી દુઃખણ વહુઅરો લેઈ સાથરે, જિનહર્ષ અ૫ જળ માછલી, ઘેર આવી થઈ છે અનાથરે.અલ૦
ઘેર આવી સાસુ વહુ, મન માન્યો ઉદાસ; દીપક વિણ મંદિર કિશો, પિયુ વિણ સ્ત્રીની રાશ ૧ પિયુ વિણ પલક ન રહી શકું, સેજ લગે મુજ ખાય, પત્થર પડે ભુયંગકે, તળફ તળફ જીવ જાય. ૨
ઢાળ આઠમી
પ્રાહુણાની દેશી. સદગુરૂ જી હે કહું તમને કર જોડ, ચિર ચારિત્ર