________________
શેઠાણું કહે તામ રે, શિષ્ય તુમે કહના, શે કાર આવ્યા હતાં એ.
આર્ય સુહતિના શિષ્ય રે, અમે હું શ્રાવિકા, ઉઘાને ગુરૂ છે તિહાં એ.
માગું છું તુમ પાસ રે રહેવા સ્થાનક, પ્રાણુક અમને દીજીએ એ.
વાહનશાળ વિશાળ રે, આપી ભાવશું, આવી ઈહાં રહીજીએ એ.
સપરિવાર સુવિચાર રે, આચારજ તિહાં, આવી સુખે રહે સદા એ.
નલિની ગુમ અધ્યયન રે, પહેલી નિશા સમે, ભણે આચાર એકદા એ.
ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરોપમ, રૂપવંત રળીયામણે એ.
અયવંતી સુકમાળ રે, સાતમી ભૂમિકા, પામ્યો સુખ વિકસે ઘણું એ.
૧૨ નિરૂપમ નારી બત્રીશ રે, રૂપે અપચછરા શશીવયણી યુગલોયણ એ.
૧૩ કહે જિનહર્ષ વિનોદ ૨, પરમ પ્રમોદણું, લીલા લાડે અતિ ઘણી એ.
૧૧
૧૪