________________
૪૫૭
કવલ પાધ્યાર કા લોકનાર, દીઠા સઘળારિભાવ. આ૦ ૧૪ - ઈંદ્રે આવીરે જિનપદે થોપીયેરે, દેશના દીયે અમૃતધારા પરખાબૂઝીરે આતમ રંગથી રે,વરિયા શિવપદ સાર.આ૦૧૫
૩૨ શ્રી સુંદરીના આયંબિલની સજઝાય.
સુણ મેરી સજની રજની ન જાવે -એ દેશી.
સરસ્વતી સ્વામીની કરે સુપસાયરે, સુંદરી તપનો ભણ સજઝાયરે કાભ દેવ તણું અંગજાત રે, સુંદરીની સુનંદા માત રે; ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુષ્ય જનમને લાહો લીજે રે.
ઋષભદેવે જબ દીક્ષા લીધીરે, સુંદરીને આજ્ઞા નવી દીધી રે; ભરતરાય જબ પટ ખંડ સાથે રે, સુંદરીએ તપ માંડી આરાધે રે; સાઠ હજાર વર્ષ લગે સાર રે, આબીલ તપ કીધાં નિર્ધાર રે. ભવિ.
ચૌદ રત્ન ને નવ નિધાન રે, લાખ ચોરાશી હાથીનું માન રે; લાખ ચોરાશી જહને વાછરે, ભરતરાય આવ્યા તબ ગાજી રે. ભવિ.
ભરતરાય મોટા નરદેવ રે, દોય સહસ યક્ષ કરે સેવ રે; અયોધ્યા નગરીએ ભરતજી આવ્યા રે, મહીલા સર્વે મોતીડે વધાવ્યા. ભવિ.
આ કુણ દીસે દુબળ નારી ૨, સો કહે સુંદરી બેન તમારી રે, કહે તુમે એને દુબળી કીધી રે, મુજ બેનીની ખબર ન લીધી રે. ભવિ.