________________
ક૫૦
૩
ચિત્ત મારૂ ચોરી લીધું, પ્રીતિથી પરવશ કીધું દુ:ખડું તે અમને દીધું રે, સાહેલી મારી. જાવ મા જાદવરાયા, આઠે ભવની મૂકી માયા; આવો શિવાદેવી જાયારે, સાહેલી મોરી. આજ તો બની ઉદાસી, તુમ દરિસન દે પ્યાસી, પરણવાની હતી આશીરે, સાહેલી મોરી. માછલી તો વિણ નીર, બચલી તે રાખી ક્ષીણ હાડા કેમ જાશેરે પીયરીયે, સાહેલી મોરી. જોતાં નવિ મળી જોડી, આઠે ભવની પ્રીતિ તેડી, બાલપણે ગયા ડીરે, સાહેલી મોરી. બન્યું તે કેમ જાશે, સ્વામી વિણ કયમ રહેવાશે,
ખડા કેને કહેવાશે, સાહેલી મારી. દેહી તે દાગે છે મોરી, સ્વામી શું વિસારી મેલી તમે જીત્યા મને તારીરે, સાહેલી મોરી. પશુડા છોડાવી લીધાં, પ્રભુએ અભયદાન દીધાં ઉદાસી તો અમને કીધારે, સાહેલી મોરી. રાજુલ વિયારે એવું, સુખ છે સ્વપ્ના જેવું હવે પ્રભુ નેમ સેવું રે સાહેલી મારી. વનમાં વૈરાગ્ય આણી, સહસાવન ગયા ચાલી, સંજય લીધે મન ભાવી, સાહેલી મારી. કરમનો કરીને નાશ જઈ પહોંચ્યા શિવપુર વાસ, રત્નવિજય કહે શાબાશર, સાહેલી મારી,