________________
૪૧૪
નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રસ પણું કેવારે પણ પામ્યા નથી. અનંત કાળ પૂર્વે વહી ગયા, વળી અનંત કાળ આગળ જશે તે પણ તે વારંવાર ત્યાંજ ઊપજે છે અને ત્યાંજ ચવે છે. તે એકેછી નિગોદમાં અનંતા જીવ છે,
નિગોદના બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગોદ અને બીજી અવ્યવહાર રાશી નિગોદ તેમાં જે જીવ બાદર એકેદ્રિયપણું અથવા બસપણું પામીને પાછા નિગોદમાં જાય છે તે નિગોદિયા જીવ વ્યવહાર રાશીયા કહેવાય છે તથા જે જીવ કોઈ કાળે પણ નિગોદમાંથી નીકળીને બાદર એકેંદ્રિયપણું પામ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહેવાય છે. એઅવ્યવહાર રાશી નિગોદમાં ભવ્ય અને અભિવ્ય એવા બે જાતિના જીવ છે. એ સ્વરૂપ શ્રી ભુવનભાનુ કેવલીના ચરિત્રની સાખે લખેલું છે. તથા અહીંયાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કમ ખપાવી એક સમયમાં મેક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઊંચા આવે છે. એટલે જે દશ જીવ મેક્ષે જાય તે દશ જીવ અવ્યવહાર રાશીથી નીકળે. ત્યાં કે સમયે તે જીવમાં ભવ્ય જીવ ઓછા નીકળે તો એક બે અભવ્ય જીવ નીકળે, પણ વ્યવહાર રાશી જીરમાં વધ ઘટ થાય નહી, તેટલાને તેટલા જ રહે છે. એવા એ નિગોદના ગોળા લેકમાં અસંખ્યાતા છે. તે છ દિગીના આવ્યા પુલને આહા