________________
૩૯ર
કણ કહેવાય; કાઢે ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કેઈ ઉગરીયું.
૧૫ તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તો તમારો નેમજી ભાઈ કૃષ્ણ પૂછે છે તેમને વાત,ભાઈ શો કીધે આ તેંઉત્પાત.૧૬
નેમજી કહે સાંભળે હરિ, મેં તો અમસ્તી રમત કરી, અતુલી બળદીઠું નાનુડે વેષ, કૃષ્ણજી જાણેએ રાજને લેશે.૧૭
ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી, ત્યારે બળ એનું ઓછું થાય તો તે આપણે અહીં રહેવાય.૧૮
એવો વિચાર મનમાં આણું તેડયા લક્ષ્મીજી આદે પટરાણી, જળક્રીડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મનાવો.
- ૧૯ ચાલી પટરાણી સર્વે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે, જળક્રીડા કરતાં બોલ્યાં રૂકમણી, દેવરીયા પરણે છબીલી રાણી.
૨૦ વાંઢા નવિ રહીએ દેવર નગીના, લા દેરાણી ભીના રંગના નારી વિના તો દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું.
- ૨૧ પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કિાણ માલે, લે ફૂકશો પાણીને ગળશો, વેલાં મોડાં તે ભોજન કરશો.
બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશો વાળું