________________
૩૬૨
વિજે ધરી કર વિષે શુભ ચામરાને, વાણી સુણે સરસ જયણ એક સારી, વંદુ સુપાર્શ્વ પુરૂષોત્તમ પ્રીતિકારી. જલ્પ જિતેંદ્ર મુખ માગધી અર્ધભાષા, દેવો ના તિરિગણે સમજે રવભાષા; આ અનાર્ય સઘલાં જન શાન્તિ પામે, ચંદ્ર પ્રભુ ચરણ લંછન ચંદ્ર નામે. વૈર વિરોધી સઘલાં જન ત્યાં વિસારે, મિથ્યાત્વીઓ વિનય વાક્ય મુખે ઉચારે, વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જિન સર્વ છાંડે. જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે ઇતિ ઉપદ્રવ દુકાળ તે દૂર ભાજે, નિત્ય કરું નમન શિતળનાથ આજે. છાયા કરે તરૂ અશોક સદૈવ સારી, વૃક્ષો સુગંધ શુભ શીતળ શ્રયકારી, પચ્ચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ. સ્વપ્નો ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા;
૧૨
૧૩