________________
૨૨ નંદીશ્વર દીપની સ્તુતિ. નંદીશ્વર વર કીપ સંભારું, બાવન ચામુખ જિનવર જુહારૂં. એકે એકે એકસે ચાવીશ, બિંબ ચોસઠ ય અડતાળીશ. ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ ચઉ દિશીના એ બાવન જુહારૂં, ચાર નામ
શાશ્વતા સંભારું. ૨ સાત દ્વીપ તિહાં સાગર સાત, આઠમે દ્વીપ નંદીશ્વર વાત એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળો જય જયકાર. ૩ પહેલો સુધર્મા બીજે ઇશાન, આઠ આઠ મહિષીનાં સ્થાન, સોળ પ્રાસાદ તિહાં વાંદી જે, શાસન દેવી સાંનિધ્ય કીજ.૪
ર૩ બીજની સીમંધર જિન સ્તુતિ. અજવાળી બીજ સેહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે, ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદણ કહેજે રે. ૧ વીશ વિહરમાન જિનને વંદુરે, જિન શાસન પૂછઆણંદુ રે, ચંદાએટલું કામ જ કરજો રે, સીમંધરને વંદણું કહેજે રે. ૨ સીમંધર જિનની વાણી રે, તે તો અભિય પાન સમાણું રે ચંદા તમે સુણ અમને સુણાવો રે, ભવ સંચિત
પાપ ગમા રે. ૩ સીમંધર જિનની સેવારે, તે તો શાસન ભાસન મેવા રે ચંદા હેજો સંધના ત્રાતા રે, ગજ લંછન ચંદ્રવિખ્યાતા રે. ૪