________________
૩૪૮
વિધ તપ કરતાં ભવફંદા, ટલે દુરિત દંદા તવ ભાખે પ્રભુજી ગત નિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદ વીશ સ્થાનક તપ કરતાં મહિંદા, જેમ તારક સમુદાયે ચંદા, તેમ એ તપ સવિ ઈંદા. ૧
પ્રથમ પદે અરિહંત નમી, બીજે સિદ્ધ પવયણપદ ત્રીજ, આચારજ થિર ઠવી ઉપાધ્યાય ને સાધુ રહી, નાણું દંસણ ૫દ વિનય વહી, અગીયારમે ચારિત્ર લીજ ખંભવય ધારિણે ગણજ, કિરિયાણું તવસ્સ કરીને, ગાયમ જિણાણું લીજે, ચારિત્ર નાણુ સુઅસ તિથ્થરસ કીજે, ત્રીજ ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨
આદિ ન પદ સઘલે ઠવીશ, બાર પર વલી બાર છત્રીશ દસ પણવીસ સગવીસ પાંચ ને સડસઠ તેર ગણીશ, સિત્તર નવ કિરિયા પણવીશ, બાર અઠ્ઠાવીશ ચોવીશ સત્તર ઇગવન પીસ્તાલીશ, પાંચ લેગસ્સ કાઉસગ રહીશ, નૌકારવાલી વીશ; એક એક પદે ઉપવાસ વીશ, માસ ખટે એક એલી કરીશ, એમ સિદ્ધાંત જગીશ.
શકતે એકાસણું તિવિહાર, છઠ્ઠ અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકમણ દોય વાર ઇત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિધિ પ્રકાર, માતંગ જક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંધ વિદ્ધ અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મી આધાર, વીર વિજય જયકાર,