________________
૩૪૬
ઇણ તીરથે આવી, કર્મ વિપાતક છોડ. શ્રી શત્રુંજ્ય કેરી, અહોનિશ રક્ષાકારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી, શ્રી સંધ વિઘહર, કવડ જક્ષ ગણભૂર; શ્રી રવિ બુધ સાગર, સંઘના સંકેટ ટૂર,
૧૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ, શ્રીપાસ જિનેશ્વર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપુર આપ, ટાલ પાપની જાળ જિન દરિસણ દીઠે, પહેચે મનની આસ; રાય રાણા સેવે, સુરપતિ થાયે દાસ. વિમલાચલ આબુ, ગઢ ગિરનારે એમ અષ્ટાપદ સમેત શિખર, પાંચે તીરથ એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કડક ભલી જુગતે વાંદું, ધ્યાવું બે કર જોડ. સાકરથી મીઠી, શ્રીજિનકેરી વાણી, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણી, તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારે, વારે દુર્ગતિ વાર, કાને કુંડલ ઝળકે, કંઠે નવસર હાર, પદ્માવતી દેવી, સેહે સવિ શણગાર; જિન શાસન કેરા, સઘલા વિઘન નિવાર પુણ્ય રસને જિતજી, સુખ સંપત્તિ હિતકાર,