________________
- ૩૯
૧૧: શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. અંગદેશ ચંપાપુરવાસી, મયણાને શ્રીપાલ સુખાશી, સમકિતશું મન વાસી આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કાઢ ગયો તેણે નાશી, સુવિધિશું સિદ્ધચક્ર ઉપાસી, થેયે વર્ગને વાસી, આસો ચૈતર પુરણમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાશી, આદિ પુરૂષ અવિનાશી ,
કેસર ચંદન ગમદ ઘોળી, હરખેણું ભલી તેમ કચોલી, શુદ્ધ જલે અંધેલી; નવ આંબિલની કીજ એલી, આસો સુદ સાતમથી ખોલી, પૂ શ્રી જિન ટોળી; ચઉ ગતિની મહા આપદા ચોલી, દુર્ગતિના દુખ દૂરે ઢોળી, કર્મ નિકાચિત રાળી; કર્મ કષાય તણા મદ રળી, જેમ શિવ રમણી ભરમભળી, પામ્યા સુખની ઓળી.
આસો સુદ સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબેલની સારી એાળી કીજ આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી, સિદ્ધચક્ર પૂજે સુખકારી, શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપે નર નારી, જેમ વહીએ મોક્ષની બારી; નવપદ મહિમા અતિ મનોહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉં તેહની બલિહારી. ૩
શ્યામ ભ્રમર સમ વિણું કાલી, અતિ સેહે સુંદર સુકુમાલી, જાણે રાજ મરાલી; ઝલહલ ચક ધરે રૂપાળી, શ્રી