________________
૩૩.
માગશર વદી દશમી વ્રત ાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સેવા હિતકર જાણી, એહથી લડીએ શિવ પટરાણી, પુણ્ય તણી એ ખાણી.
૧
રિખવ જિનેશ્વર તેર ભત્ર સાર, ચંદ્રપ્રભુ ભવ આઠ ઉદાર, શાંતિકુમાર ભવ ભાર; મુનિસુવ્રત ને તેમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્શ્વ કુમાર; સત્તાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લડીએ, જિન વચને સહીએ, ચાવીસ જિનના એહ વિચાર, એડથી લડીએ ભવના પાર, નમતાં જય જયકાર.
૨
વૈશાખ શુદ દશમી લહી નાણુ, સિંહાસન બેઠા વમાન, ઉપદેશ દેવે પ્રધાન; અગ્નિ ખુણે હવે પદા સુણીએ, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહીજ ભણીએ; જંતર જયાતિષિ જીવનપતિ સાર, એહને નૈરૂત્ય ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સાહીએ નર નાર, વૈમાનિક સુર થઇ પદા ખાર, સુણે જિનવાણી ઉદાર.
3
ચક્કેસરી અજિયા રિચારિ, કાલી મહાકાલી મનેાહારી, અચ્યુઅ સતા સારી; જ્વાલા ને સુતારા અસેાયા, શિરવત્તા વર ચંડા માયા, વિજયાંકુસી સુખદાયા; પન્નતિ નિવાણી અચ્ચુઆ ધરણી, વૈરૂટ શ્રુત્ત ગંધારી અધહરણી, અંબા ૫૬મા સુખ કરણી; સિદ્ધાઈ શાસન રખવાલી, ક્રનવિજય બુધ આનદકારી, જસ વિજય જયકારી.
૪