________________
૩૧૪ કરતી રાજ આજ તેહમાં અજિત જિનેશ્વર રાયા મેં પ્રણમીને ગુણ ગાયા રાજ. આજ
બાજુ નાનાં મોટાં ભુવન નિહાળી, સતીસ ગણ્યા સંભાળી રાજ; આજળ સંખ્યા એ જિન પ્રતિમા જાણી, એ પાંચસેં નેવ્યાસી ગણીએ રાજ. આજ૦ ૮
એ તીરથ માળા સુવિચારી, તુમે જાત્રા કરે હિતકારી રાજ; આજ દર્શન પૂજા સફળી થાઓ, શુભ અમૃત ભાવે ગાવે રાજ. આજ
ઢાળ દશમી. મુને સંભવ જિનશું પ્રીત અવિહડ લાગી રેએ દેશી.
તમે સિદ્ધગિરિનાં બેહું ટુંક જોઈ જુહારીરે, તમે ભૂલ્યા અનાદિની મુંકય એ ભવ આરે રે તુમે ધરમી જીવ સંઘાત, પરિણતિ રંગેરે, તુમે કરજો જાત્રા સનાથ, સુવિહિત સંગે રે.
તમે વાવરજો એક વાર, સચિત્ત સહુ ટાળો રે, કરી પડિઝમણાં દેય વાર, પાર પખાળી રે. તુમે ધરજે શીલ શણગાર, ભૂમી સંથારે રે; અથુઆણે પાય સંચાર, છરી પાળો રે.
ઈમ સુણી આગમ રીત, હિયડે ધરજેરે કરી સહયું પરતીત, તીરથ કરજે રે; આ દુઃષમ કાળે જેય, વિઘન ઘણેરો રે, કીધું તે સીધું સોય, શું છે સરારે. ૩