________________
સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત એ તીરથ છે શાશ્વત, આગે અસંખ્ય અરિહંત. ૧૦ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી મુગતે ગયા એણે તીથે, વળી જારી કર્મ વિછોડી. ૧૧ કૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહે છે, એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧૨ દીઠા દુર્ગતિ નિવારે સારે વંછિત કાજ; સે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩
ઢાળ ત્રીજી. સહીઅર સમાણી આવે વેગે-એ રાગ. આ ઉત્સર્પિણી અવસર્પિણ આરા બેહુ મિલીને બારજી, વીસ કોડાકોડી સાગર તેહનું, માન કર્યું નિરધાર. ૧૪
પહેલો આરો સુષમસુષમા, સાગર કેડીકેડી ચારજી; ત્યારે એ શત્રુંજય ગિરિવર, એસી જન અવતાર છે. ૧૫ • ત્રણ કાડાકડી સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રીસિદ્ધાચળ, સીત્તેર જેપણું અભિરામજ. ૧૬ - ત્રીજો સુષમ દુષમ આરે, સાગર કેડીકેડી દાયજી; સાઠ જોયણનું માન શત્રુંજય, તદાકાળે તું જાય છે. ૧૭
ચોથે દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરો; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારો. ૧૮
એક કડાકોડી સાગર કેરૂં, એહનું કહીએ માનજી;