________________
એ વર રૂડો વણાગીઓરે, પણ એહમાં છે એક ખેડ, કં૦ ૩ સખી જોઈને અતિ શામેલોરે, તબ બોલી રાજુલ નાર; કાળી કસ્તુરી ને કરીવલીરે, કાલો મેઘ કરે જલધાર. કં૦ ૪ સખી કાલી કીકી નેત્ર શોભતારે, ચિત્રામણે કાલી રેખ, ચિત્રા વેલને ભુમિકારે, કાલે શોહે માથાનો કેશ. કં) ૫ સખી હિમ દહે ખારૂં લૂણ છે , ગોરામાં ગુણ નહી બહેન તે સમે રામતી તણું રે, કઈ દાહિણ ફરકે નેત્ર. કં૦ ૬ સખી જમણી ફરકે મુજ આંખલડીરે, તવ પશુઓ કીધે પિકાર; સારથિને પૂછે નેમજી રે, કવિ રૂષભ કહે નીરધાર. કં ૭
નિમજીની ઢાલે ૧૨ લખેલા પાના ઉપરથી મળેલી છે. પરંતુ બીજી ઢાલે મળતી નથી જેથી અધુરું છે.)
૨૦ શ્રી શત્રુંજય ઉધ્ધાર. વિમલ ગિરિવર, વિમલ ગિરિવર, મંડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીયા ધરીય ધ્યાન શારદાદેવીય, શ્રોસિદ્ધાચળ ગાયટ્યું એ . હૈયે ભાવ નિર્મળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડું એક જીહાં સિદ્ધ અનંતી કોડિ જિહાં મુનિવર મુમતે ગયા, તે વંદુ બે કર જોડી.
ઢાળી પહેલી,
આદનરાય પુંહતા-એ દેશી. બે કર જોડીને જિન પાય લાગું, સરસવતી પાસે વચન