________________
ર૪૩ ઢાળ દશમી.
રાયણને સહકાર વાલા–એ રાગ. સુસીમાની વાણી ભલીરે, જાણે અમીય સમાન વાહલા; મુનિવર આવશે આંગણેરે, તેને દેશે કણ દાન વહાલા. સુસી ૧ આવ્યા ગયાને સાહેબા, સરવ વચ્ચે હોય નાર વહાલા; ઘર મંડણ રમણી કહો રે, સાજનમાં જયકાર વહાલા.સુસી ૨ યૌવનને લટકે પ્રભુ, તે તે દહાડા ચાર વહાલા; અવસર ફરી આવે નહિ રે, હૈયડે કરો વિચાર વહાલા.સુ03 એહવા વચન સુણી ગોપીનારે અહો જગ મેહવિકાર વહાલા; મેહ દશા દેખી કરી, નેમ હસ્યા તેણી વાર વહાલા. સુસી૦૪ સહુ ગોપી મળી તાળી દીધી છે. માન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશર સાંભળીરે, હરખ થયો મનમાંહિ વહાલા, સુસી૫ ઉગ્રસેન તણે ઘેર જઈને, મારી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાથે જોડી સગાઈ, જેશીડાને પુછત વહાલા,સુસી ૬ જેથી શ્રાવણ સુદ દિન છઠ્ઠનું રે, લગન દીધું નીરધાર વહાલા; માત શિવાને સમુદ્રવિજયને,યાદવ હર્ષ અપાર વિહાલા.સુ૦૭ ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહુ મલી સધવા નાર વહાલા; રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહું તેને અધિકાર વહાલા.૪૦૮
ઢાળ અગીઆરમી. જીરે સ્નાન કરે હરખે ધરી, મેલી સધવા કરે ગીત ગાન, સુંદર વર શામળીયા, સેલે સજી શણગાર, લીધા હાથ મેં પાન, સુંદર