________________
૪૦
ઢાળ છી. - જિમ જિમ એ ગિરિ ટીએ-એ રાગ. જિમ જિમ કહીયે એહરે, તિમ તિમ મુંગો થાય સાહેલી જાદવને કહેવાપણુંરે, આપણનું શું જાય સાહેલી માને તો ઘણું ઈમ ભલુંરે, નહી તો કહીએ ન કાંઈ સાહેલી. ૧ જે નહી પરણે નેમજી રે, લટકાળી એક નાર સાહેલી; વનના ફૂલ તણી પરે રે, જાશે એનો અવતાર સાહેલી. ૨ શોભા જે કરશે દેહનીરે, નારી વિના તે ફેક સાહેલી છેલાઈ વેશે ચાલતારે, મહેણ દેશે લક સાહેલી. ૩ મુખ મટકે લટકે કરી રે, દેખાડશે કણ હેજ સાહેલી; અલબેલી વિણ એહનીરે, પાથરશે કુણ સેજ સાહેલી. ૪ આપણે તે કહીએ ઘણુંરે, તે તો એને કાજ સાહેલી, પદ્માવતી જાણે માનશેરે, બાવિસમ જિનરાજ સાહેલી. ૫
ઢાળ સાતમી. સહિયર સફળ થયે દિન આજ ગુરૂને દીઠડારેલેહ-એ રાગ ગાંધારી કહે નારી વિના કુણ લાડ લડાવશે રે લોલ, પરણ્યા વિણ કણ બીજી વહુ વર નામ ધરાવશેરે લેલાં ભોજાઈઓ ફરી ભાખે છે, કે ઝાઝું ન તાણીયેરે લોલ, છેલ છબીલા મહારાજ કે અમે કહ્યું માનીએરે લોલ. ૧ સગો પરાણે નારી વિના કેઈ ના બારણે રે લોલ, સંધ લઈ સિદ્ધાચલ જાશો જાત્રા કારણે રે લોલ,