________________
ર૦૦
દેઈ દાન સંવછરી, પ્રભુ લીએ સંયમ ભાર, ચાર સાહસ રાજાશું, ચૈત્ર વદ આઠમ સાર. ૪ પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિણ આહાર; ગજ રથ ને ઘડા, જન દીએ રાજકુમારી; પ્રભુ તો નવિ લેવે, જુએ શુદ્ધ આહાર, પડિલાવ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસ કુમાર. ૫ ફાગણ અંધારી, અગિઆરસ શુભ ધ્યાન, પ્રભુ અકુમ ભક્ત, પામ્યા કેવળનાણ ગઢ ત્રણે રચે સુર, સેવા કરે કર જોડ ચક્ર રત્ન ઉપજે, ભરતને મન કેડ. ૬ મરૂદેવા મહે, દુઃખ આણે મન જેર, મારા અષભ સહે છે, વનવાસી દુઃખ ધાર; તવ ભરત પયપે, ત્રિભુવન કેરે રાજ; તુમ પુત્ર ભગવે, જુઓ માતા આજ. ૭ ગજ રથ બેસાડી, સમવસરણની પાસ, ભરતેસર આવે, પ્રભુનંદન ઉલ્લાસ; સુણી દેવની દુંદુભી, ઉલ્લસિત આણંદપુર, આવ્યાં હરખનાં આંસુ, તિમિર પડલ ગયાં દૂર. ૮ પ્રભુની બહદ્ધિ દેખી, એમ ચિંતે મનમાહે; ધિક ધિક કુડી માયા, કાના સુત કોના તાત; એમ ભાવના ભાવતાં, પામ્યા કેવલજ્ઞાન,