________________
૧૭૫
કુલદીપક ત્રિભુવનપતિ, મન, પુત્ર હશે સુખકાર. લાલ૦૦ સુપન અર્થ પીઉથી સુણી, મન, મનહરખ્યા મરૂદેવીલાલ સુખે કરી પ્રતિપાલના, મન ગર્ભ તણું નિત મેવ. લાલ૦૮ નવ મસવાડા ઉપરે, મન દિન હુવા સાડાસાત; લાલ ચિત્ર વદ આઠમ દીને, મન, ઉત્તરાષાઢા વિખ્યાત. લાલ૦૯ મઝિમ રાયણીને સમે, મન જો પુત્ર રતન, લાલ જન્મ મહોચ્છવતવ કરે, મન દિશીકુમારી છપ્પન, લાલ૦૧૦
ઢાળ ત્રીજી.
દેશી-હમચડીની. આસન કંપ્યુ ઇંદ્રતણું રે, અવધિજ્ઞાને જાણ; જિનનો જન્મ મહેચ્છવ તવ કરવા આવે ઇન્દ્ર ઈંદ્રાણરે. હ૦૧ સુર પરિવારે પરિવર્યા રે, મેરૂ શિખર લઈ જાય; પ્રભુને નમણુ કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાય. હમ ૨ આણી માતા પાસે મેહેલી, સુર સુરલોકે પહુતા; દિન દિન વાધે ચંદ્ર તણી પરે, દેખી હરખે માતારે. હમ3 વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માતપિતાએ દેખી; સુપન માહે વલી વૃષભ જે પહેલો દીઠે ઉજવલ વેષીરે. હમ૦૪ તેહથી માત પિતાએ દીધું, હષભ કુમાર ગુણ ગેહ; પાંચસે ધનુષ પ્રમાણે ઊંચી, સેવન વરણી દેહરે. હમ૦ ૫ વિસ પૂર્વ લખ કુમારપણે રહીયા પ્રભુ ઘરવાસે, સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દોય ઉલ્લાસેરે. હમ ૬