________________
૧૪"
ઢાલ બીજી. (બરે કુંવરજીને સેહરેએ દેશી.) એહવે આવી સમોસર્યા, શ્રી વિજયસેન સુરિંદરે સુંદર, જ્ઞાની ગુરૂને વાંદવા, પુત્ર સહિત ભૂપ વૃંદરે. સુંદર૦ ૧ સદગુરૂ દીએ દેશનારે, સાંભલો ચતુર સુજાણ; સુંદર જ્ઞાન ભણે ભવિભાવશું, જિમ લોકેડી કલ્યાણ રે. સુંસ૨ સિંહદાસ સુત આપણે, આવી ન કર જોડીરે; સું ૦ વિધિશું વાંદી દેશના, સાંભલવાના કેડરે. સુંસ ૩ જ્ઞાન અશાતના જે કરે, તે લહે દુઃખ અનેકરે; સું વાચા પણ નવિ ઉપજે, બાલ પરે વિવેકરે. સુ. સ. ૪ ઈહ ભવ પરભવ દુઃખ લહે, દુષ્ટ કુષ્ટાદિક રાગરે પરભવ પુત્ર ન સંપજે, કલત્રાદિક વિગરે. સુંસ. ૫ સિંહદાસ પૂછે હવે, નિજ બેટીની વાત, સું શે કરમે રાગ ઉપને, તે કહો સકલ અવદાતરે. સુંસ૬ ગુરૂ કહે શેઠજી સાંભલો, પુરવ ભવ વિરતંતરે સુધાતકી ખંડ મધ્ય ભારતમાં, ખેટક નગર નિરખંતરે. સું૦ સ. ૭ જિનદેવ વણિક વસે તિહાં, સુંદરી નામે નારરે, સું પાંચ બેટા ગુણ આગલા, ચાર સુતા મહારરે. સુંઠ સ. ૮ એક દિન ભણવા મુકીયા, હોંશ ધરી મન માંહી; સુ ૦ ચપલાઈ કરે ગુણી, ન ભણે હરખે ઉછાહિરે, સું. સ. ૮ શીખામણ પંડયા દીએ, આવી રૂવે માતા પાસરે; સું
૧૦