________________
૧૦ર
સંવત એગણુશે એકાશી, ફાગણ સુદી એકમ તિથિ ખાસી, સ્તવન રચ્યું ભક્તિથી રહી જૈનશાલીએ રે. રૂડાં. ૧૨
૯૮ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન. મહારી રસ શેલડી અષભ જિનેશ્વર કિયે પારણેએ દેશી.
હારી કલ્પ વેલડી મૂર્તિ શ્રી અંતરીક્ષ પાર્શ્વની. એક સમય લંકાપતિ રાવણ, હુકમ આપ ફરમાવે; માલી સુમાલી વિદ્યાધર બે, કાર્ય કારણ તસ જારે. હાલ જાય વિમાન ઝડપથી તેહનું, જેમ ગગને ગુબાર; મધ્યાહન ભોજન વેલાઓ, વિમાન હેઠે ઉતાર્યા છે. મહાર તવ સેવક મન સંશય ઉપજે, પ્રતિમા ઘેર વિસારી, પ્રભુ પૂજનવિના ભજનન કરે, મુજ સ્વામી ભાગ્યશાળી રે.હા.૩ વેલુમય મૂતિ નીપજાવી, કરી પૂજન તૈયારી; સ્વામીએ પૂજન કરી ભોજન, લીયા શરીર સુખકારી. મહારાજ જાતાં મૂર્તિને પધરાવી, સરોવરમાં ઉછરંગે; અધિષ્ઠાયક દેવે અખંડિત, રાખી તીહાં ઉમંગેરે. હા. ૫ એક દિન બગલપુરનો રાજા, શ્રીપાલ કુણી આવે, હાથે મુખ પ્રમુખ અગોને, પખાલી નીજ ઘર જાવેરે. હા૬ મુખડું નીરોગી દેખી રાણી, ફરી ત્યાં જઈ નવરાવે, કંચન સમ કાયા રાજાની જાઈ, જોઈ અચરીજ પરે. હા૭ બલી બકુલ નાખી પટરાણી, બેલી મધુરી વાણી, દેવી દેવ જે કઈ હોય તે, ઘો દરશન હિત આણી રે. હા. ૮