________________
૧૨૭ પ્રીત કરીને છોડી દે રે, તેહશું ન ચાલે જોર. મ ૭
જો મનમા એહવું હતું રે, નિસપત કરત ન જાણુ મ. નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. ભ૦ ૮
દેતાં દાન સંવત્સરીરે, સહુ લહે વંછિત પોષ, મ0 સેવક વંછિત નવિ લહે રે, તે સેવકને દોષ. મ. ૯
સખી કહે એ શામલો રે, હું કહું લક્ષણ સેત; ભ૦ ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચાર હેત. મ. ૧૦
રાગીણું રાણી સહુ રે, વૈરાગી યે રાગ મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિસુંદરી માગ. મ. ૧૧
એક ગુહ્ય ઘટતું નથી રે, સધાઈ જાણે લોકો મ. અનેકાંતિક ભેગોર, બ્રહ્મચારી ગત રોગ. મ. ૧૨
જિણ જેણિ તુમને જોઉં રે, તિણ જેણિ જેવો રાજમ એક વાર મુજને જુઓરે, તો સીઝે મુજ કાજ. મ. ૧૩
મોહદશા ધરી ભાવનારે, ચિત્ત લહે તત્વવિચાર; મ.. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ. ૧૪
સેવક પણ તે આદરે છે, તો રહે સેવક મામ; મઠ આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ. મ. ૧૫
ત્રિવિધ વેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર મ0 ધારણ પિષણ તારણે રે, નવસ મુગતાહાર. મ. ૧૬ કારણ રૂપી પ્રભુ ભજો રે, ગણ્ય ન કાજ અકાજ; મઠ કૃપા કરી મુજ દીજીએરે; આનંદઘન પદ રાજ. મ. ૧૭