________________
[૩૯] આગમના અજાણ હોઈ વિપરીત અર્થ પ્રકાશશે. પિતાની સ્તુતિ કરી પારકી નિંદા કરી સ્વકલિપત સમાચારી સ્થાપી મુખ લોકેને મોહ પમાડશે.
વળી હે ગૌતમ મારા નિર્વાણથી ૧૬૫૯ વર્ષ ગયે છતે કુમારપાળ નામે રાજા થશે. તે જૈન ધર્મ પાળનાર થશે. અઢાર દેશમાં જૈન ધર્મ ફેલાવશે. શ્રી હેમચંદ્રસૂરી પાસે શ્રાવકનાં વૃત લેશે. ને તે સમકિત સહિત પાળશે. ઘણા જન ચ કરાવશે, દેવપૂજા તથા ગુરૂ ભક્તિ વિના ભજન કરશે નહીં. એકદા એ સૂરિ મહારાજજીના મુખથી
જીવીત સ્વામીની મુર્તિનું વર્ણન સાંભળીને ધુલકોટને ખણાવીને તેમાંથી પ્રતિમા પ્રગટ કરાવી પાટણમાં લાવીને પધરાવશે. એ રાજા સ્વદારા સંતોષી દાતાર થશે. મનથી પણ વૃત ભંગને દોષ લાગવા દેશે નહીં. લાગશે તે ઉપવાસ કરશે. અઢાર દેશમાં અમારી પડહ વજડાવશે, ચોમાસામાં સેના ચડાવવી નહી. બહારગામ જાવું નહિ. અને ઘેડા વિગેરે પ્રાણીઓને ગાળીને પીણું પીવરાવશે. શ્રીજન શાસનની ઉન્નત્તિ કરશે.
વળી હે ગૌતમ વિક્રમ સંવત ૧૧૦૦ માં શ્રીજીનદત્તસૂરિ તથા શ્રી અભયદેવસૂરિ, નવાંગી વૃત્તિના કર્તા થશે. જેવા અર્થ હશે તેવાજ કરશે. ગચ્છનું મમત્વ રાખશે નહીં. જ્યાં સંદેહ થશે. ત્યાં કેવલી ગમ્ય લખશે. તથા મારા નિર્વાણથી ૯૦૦ વર્ષ પછી સિદ્ધાંત પુસ્તકા રૂઢ થશે.
વિક્રમ સંવત ૧૫૦૦ માં શ્રી આનંદમેહ વિમલસૂરિ કિયાને ઉદ્ધાર કરશે. તેમની પરંપરામાં શ્રી હીરવિજયસૂરિ