________________
[ ૩૯૦ ] પિતા પિતાની બેટને વેચી પેટ ભરશે. અને છોકરાને પરણાવશે, વાણીયા કુડ કપટના કરનારા યતિનું અને ચેત્યાનું દ્રવ્ય ભક્ષણ કરનારા થશે.
વળી પણ એકજવાર કલ્પસૂત્ર સાંભળ્યું માત્રમાં પિતાને સમજી ગયા સમજશે. પિતાને હઠ લીધે મૂકશે નહીં. દુષ્કાળ ઘણું પડશે. રાજાઓના ઝગડા થશે. ઘણા દેશે શુન્ય થશે. એમ પાંચમા આરામાં ઘણા જીવે દુઃખી થશે. અને અગ્નિના અને ચોરના ઉપદ્રવ થશે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મને ક્ષય થશે. શિષ્ય અવિનીત થશે. પુત્રાદિ પિતાના માત પિતાની સેવા કરશે નહીં, વેપારી કુડાં તેલ માપ રાખશે. સત્યપણું તે ઈકજ રાખશે. દશ પ્રકારને યતિધર્મ તો વીરલા પાળશે સેવકે સ્વામીના હી થશે. સાસુ નિર્દયી થશે. અને વહુ વિનય કરશે નહીં. અકાલે મેઘ વૃષ્ટિ થશે. કાલે મેઘ વરસશે નહીં.
દુર્જન જુગારી લોક સુખીયા થશે. ચારના મરકીના તથા પારકા કટકના ભય થશે. સંધ્યા ત્યાગી અનાચારી અર્થના લોભી એવા લેભીયા બ્રાહ્મણે થશે. ઔષધી બૃત સાકર પુલ વિગેરેના રસ ગંધ સર્વ હીન થશે. મનુષ્યોના બળ બુદ્ધિ આયુષ્ય વિગેરે ઘટી જશે.
આચાર્ય શિષ્યોને વાંચન આપશે નહીં તથા કલહકારી અસમાધીકારી ઉપદ્રવકારી અનિવૃત્તિકારી એવા સાયુએ દશ ક્ષેત્રોમાં થશે. સાધુને વ્યવહાર મુકી દેશે.