________________
[ ૩૯૨ ]
થશે. હીરવિજયસૂરિને ૨૦૦૦ આશરે સાધુઓના પરિવાર હશે. જે દિલ્લીના રાજા અકબરને પ્રતિષેાધી હિંસા બ`ધ કરાવશે.
હે ગૌતમ પાંચમા આરામાં ભેખધારી લિગીઆ ઘણા થશે. તેઓ માંહેામાંહે કલહ કરનારા આશાતના કરનારા લાકામાં સાધુ કહેવડાવનારા. સૂત્રના પરમાંના નહીં જાણનારા થશે. ઇંદ્રિયાના વિષય ભોગવનારા; ઉપાશ્રયને અર્થ કલહ કરનારા, પંચ માહાવૃતના છેડનારા મઠવાસી થશે.
મારા નિર્વાણુથી કેટલેક વર્ષે કલકી રાજા થશે. પાટલીપુર પટ્ટણમાં ચંડાલને ઘેર યશે।દા નામની બ્રાહ્મણીની કુખે ઉત્પન થશે, ત્રણ હાથનુ ઉંચુ* શરીર માંજરી આંખા નિજ નિર્દયી થશે, અઢારમે વર્ષે તેના રાજ્યાભિષેક થશે, અદ્યત્ત નામે ઘેાડા, દુર્વાસા નામે ભાલુ મૃગાંક નામે મુકુટ, દૈત્યસૂદન ખડગ ધરનારા થશે, તે પોતાના સ'વત્સર થાપશે, સાડી વીશ વર્ષે આષ્ટ્રના રાજાની પુત્રી પરણશે, તેનાથી દત્ત, વિજય, મુંજ અને અપરાજીત નામે ચાર પુત્રા થશે, તેની રાજધાની પાટલીપુરમાં, દત્તની રાજધાની દત્તપુરમાં, વિજયની રાજગૃહીમાં, મુંજની અણહીલપુર પાટણમાં, અને અપરાજીતની રાજધાની અવતી નગરીમાં થશે.
મહા રાગ દુભિક્ષ થશે, જ્યારે છત્રીશ વર્ષના થશે, ત્યારે ભરત ક્ષેત્રમાં ત્રણ ખંડના અધિપતિ થશે, જ્યાં ધન દેખશે, ત્યાંથી લેઇ લેશે, તે નગરમાં સાડા સત્તર દિવસ સુધી એક સરખા વરસાદ પડશે, નગર આખુ તણાઈ જશે, ધનના લેાભના વશે રૈયત ઉપર ઘણા આકરા કર નાંખશે.