________________
[૩૮૭ ] પુણ્યપાલરાજાને થયેલા સ્વપ્નાનું ફળ ભગવાન માહવારે કહ્યું, તે સાંભળીને ગૌતમસ્વામી યદ્યપી પોતે જ્ઞાને કરી સર્વ જાણતાં છતાં સભાના લોકોને જણાવવાના અર્થે પુછતા હતા. કે હે ભગવન આપના નિર્વાણ પછી શું થનાર છે. તે વારે ભગવાન બાલ્યા. કે હે ગૌતમ મારા નિર્વાણ પછી ૯૮ પખવાડીયાં ગયા પછી પાંચમ આર બેસશે. તેમાં યમદંડ સરખા રાજા થશે. અને મારા નિર્વાણ પછી બાર વર્ષે હે ગૌતમ તું મેશે જઈશ. મારી પાટે ૨૦૦૪ આચાર્યો થશે, તેમાં પ્રથમ સુધર્મ ગણધર બેસશે. તે મારા નિર્વાણ પછી વશ વર્ષે મોક્ષે જશે અને તેની પાટે જંબૂ આચાર્ય થશે. તે મારા નિર્વાણ પછી ચોસઠ વર્ષે મોક્ષે જશે.
ત્યારપછી આહારક શરીર, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મુલાકલબ્ધિ, પરમાવધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, યથાખ્યાત ચારિત્ર, પરિહાર વશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, મોક્ષમાર્ગ, જન કલ્પ, એ દશ વસ્તુ વિચ્છેદ થશે.
જંબુની પાટે પ્રભવસૂરિ થશે, તેની પાટે સાંભવસૂરિ દ્વાદશાંગી દશર્વકાલીક કરશે. તેની પાટે ચૌદ પૂર્વી શ્રી ચશભદ્રસૂરિ થશે, તેને સંભૂતિવિજય અને ભદ્રબાહુ એ બે શિષ્યો થશે, તેમાં ઘણા ના રચનાર નિયુક્તિના કરનારા ભદ્રબાહુ મારા નિર્વાણથી ૧૭૦ વર્ષે દેવલેક જશે. તેના શિષ્ય શુલિભદ્ર થશે, ઈહાં બાર દુકાળ પડશે. એ આચાર્ય દશ પૂર્વ અર્થ સહીત ભણસે અને ચાર પૂર્વ અર્થ વિના ભણશે. તે મારા નિર્વાણથી ૨૧૫ વર્ષે દેવલે કે