________________
(૩૮૮] જશે. ઈહાં પહેલું સંઘયણ અને સંસ્થાન સૂક્ષ્મ માહા પ્રાણાયામ ધ્યાન વિચ્છેદ જશે, પછી અનુક્રમે ૫૮૪ વર્ષે વજ આચાર્જ થશે, તે વારે દશમું અર્ધ પૂર્વ ચાર સંઘયણ અને ચાર સંસ્થાન વિચ્છેદ જશે, તથા ૬૧૬ વર્ષે પુષ્પ મિત્ર થશે, ઈહાં સાડા નવ પૂર્વ વિચ્છેદ થશે, અને નવ પૂવનું જ્ઞાન શેષ રહેશે. મારા નિર્વાણથી ૬૨૦ વષે આર્ય માહાગીરી થશે, અને ૬૦૯ વર્ષે સ્થવરપુર નગરમાં દિગમ્બર મત થશે. વળી મારા નિર્વાણથી ૩૦૦ વર્ષે ઉજજયણીમાં સંપ્રતિ રાજા થશે, તે આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી જાતિસ્મરણ પામીને જૈનધર્મ ધારણ કરશે, ત્રણ ખંડને જોક્તા થશે.
જૈનપ્રાસાદે કરી પૃથ્વી શોભાયમાન કરશે, સવાલાખ દેરાસર, તેત્રીશ હજાર જીર્ણોદ્ધાર, સવા કોડ જન પ્રતિમા, પંચાણું હજાર ધાતુની પ્રતિમા ભરાવશે. ૧૦૦૦ ઉપાશ્રય, ૭૦૦ દાનશાળા અને અનાર્ય દેશમાં પણ જનધર્મ પ્રવર્તાવશે, તે પણ કાળા કરી દેવકે જશે. | મારા નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે, તે સિદ્ધસેન સૂરિના ઉપદેશથી સમ્યકત્વ પામશે. એ રાજા વિદ્યાવાન પરોપકારી થશે, સિદ્ધાચલજીને સંઘ કાઢશે. સંઘની અંદર સિદ્ધસેન દિવાકરાદિ ૫૦૦૦ આચાર્ય તથા તે પ્રમાણમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સંઘમાં લાભ લેશે વિક્રમરાજા પિતાને સંવત્સર ચલાવશે. તેમના સંવતથી ૧૩૫ મે વર્ષે શાલીવાહન રાજા થશે, તે પણ પિતાને શક ચલાવશે,