________________
[૨૭] અગીયાર પડિમાની સઝાય. સાતમે અંગે ભાખીજી રે, જગગુરૂ વિરજિસુંદ, શ્રાવક તપ પડિમા તણે જી રે; વહેતાં કર્મ નિકંદ, સંગી શ્રાવક વહે પડિમા અગીયાર, આણદ કામદેવની પરેજી રે, પામે ભવને પાર, સંવેગી. એ આંકણી, ૧ સમક્તિ પાલે નિર્મલ જી રે, શંકાનાણે રે ચિત્ત; એ પડિમાએક માસનીજી રે, કરે એકાંત રે નિત્ય. સં૦ | ૨ | દોય ઉપવાસે પારણુજી રે, બારે વ્રત ઉચ્ચાર; એ પડિમા દય માસની જી રે, ન લગાડે અતિચાર. સં૦ | ૩ ત્રણ ટંક સામાયિક કરે રે, તપસંખ્યા ત્રણ માસ; ત્રણ ઉપવાસે પારણુંજી રે, ત્રણ અંગ ઉલ્લાસ. સં૦ | ૪ છે આઠ પહોર પોસહ કરે રે, આઠમ ચઉદસ જાણ; ચાર ઉપવાસે પારણુંજી રે, ચાર માસ પરિમાણ. સં છે ૫ છે બ્રહ્મવત પાલે દિવસનજી રે, રાતે કરે પરિમાણ, પાંચ ઉપવાસે પારણુંજી રે, પંચમી પંચ માસ જાણ. સં. ૬ બ્રહ્મવત પાલે સર્વથાજી રે, ન કરે સચિત્ત શણગાર; છે ઉપવાસે પારણુંજી રે, મેહ તણે પરિહાર. સં૦ | ૭ | સાતમીએ સચિત્ત સહુ તજે રે, અશનાદિક આહાર, સાત ઉપવાસે પારણુંજી રે, સાતમાસ નિરધાર. સં. | ૮ આઠમી કહી આઠ માસનીજી રે, ન કરે આપ આરંભ; આઠ ઉપવાસે પારણુંજી રે, રાખે ચિત્તમાં બંભ. સં૦ | ૯ નવમીએ ન કરે ન કરાવીએજી રે, આરંભની કાંઈ વાત; નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ વિખ્યાત. સં૦ | ૧૦ | દશમી કહી દશ માસનીજી રે, ઉદિઠ્ઠસવિ