________________
[૧૭૭ ] સુણે જિનવાણી ઉદાર છે ૩ ચકેશ્વરી અજિતા દુરિતારિ, કાલી મહાકાલી મહારી, અશ્રુતા સંતા સારી; જ્વાલા સુતારકા, અશોકા, શ્રી વત્સા વર ચંડા માયા, વિજયાંકુશી સુખદાયા; પન્નતિ નિર્વાણી અય્યતા ધરણી, વૈરટયા દત્તા ગંધારી અઘહરણી, અંબા પઉમા સુખ કરણી; સિદ્ધાયિકા શાસન રખવાળી, કનકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી છે ૪ શ્રી સીમંધર પ્રમુખ વિચરતા જિનની સ્તુતિ.
શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જય જયકારી જી; ધનુષ પાંચસે કંચન વર્ણ, મૂતિ મેહનગારીજી; વિચરંતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારીજી; પ્રહ ઉઠી નિત્ય નામ જપીજે, હૃદયકમળમાં ધારીજ. ૧ સીમધર યુગમંધર બાહુ સુબાહુ, સુજાત સ્વયંપ્રભ ઝાષભજી; અનંત સુર વિશાળ વાધર, ચંદ્રાનન અભિરામજી; ચંદ્ર ભુજંગ ઈશ્વર નેમિપ્રભ, વીરસેન ગુણધામજી; મહાભદ્ર ને દેવજશા વળી, અજિત કરૂં પ્રણામ. ૨ પ્રભુમુખ વાણી બહુ ગુણખાણી, મીઠી અમૃત સમાણીજી, સૂત્ર અને અર્થે ગુંથાણી, ગણધરથી વિરચાણજી; કેવળનાણી, બીજ વખાણ, શિવપુરની નિશાનીજી, ઉલટ આણી દિલ માંહે જાણી, વૃત કરે ભવી પ્રાણી છે ૩. પહેરી પટેળી ચરણાં ચોળી, ચાલી ચાલ મરાલીજી; અતિ રૂપાળી અધર પ્રવાળી, આંખલડી અણીયાળીજી; વિશ્વ નિવારી સાંનિધ્યકારી, શાસનની રખવાળીજી; ધીરવિમળ કવિરાયને સેવક, બોલે નય નિહાળીજી છે ૪ ૧૨