________________
[૧૭૨ ] પાસ નેમીશ્વર અંતર આદિ ચરિત્ર વખાણજી; સ્થવિરાવળી ને સામાચારી, પટ્ટાવળી ગુણ ગેહજી, એમ એ સૂત્ર સવિસ્તર સુણીને, સફળ કરો નર દેહછે. જે ૩ એણી પરે પર્વ પર્યુષણ પાળી, પાપ સર્વે પરિહરીએજી, સંવ
ત્સરી પડિકામણું કરતાં, કલ્યાણ કમળા વરીએજી, ગેમુખ જક્ષ ચકેશ્વરી દેવી, શ્રી માણિભદ્ર અંબાઈજી, શુભવિજય કવિ શિષ્ય અમરને, દિન દિન કરજે વધાઈજી. ૪
પર્યુષણની સ્તુત. પર્વ પર્યુષણ સર્વ સમજાઈ, મેળવીને આરાધેજી, દાન શીળ તપ ભાવને ભેળી, સફળ કરે ભવ સાથેજી; તત્ક્ષણ એહ પર્વથી તરીએ, ભવજળ જે અગાજી, વારને વાંદી અધિક આણંદી, પૂજી પુણ્ય વાધેજ. ૧ છે કાષભ નેમિ શ્રી પાર્શ્વ પરમેશ્વર, વીરજિનેશ્વર કેરાંજી, પાંચ કલ્યાણક પ્રેમે સુણીએ, વળી આંતરાં અનેરાંજી; વીશે જિનવરનાં જે વારૂ, ટાળે ભવના ફેરાજી. અતીત અનાગત જિનને નમીએ, વળી વિશેષે ભલેરાજી. એ ૨ | દશાશ્રત સિધ્ધાંત માંહેથી, સૂરિવર શ્રી ભદ્રબાહુજી, કલ્પસૂત્ર એ ઉધરી સંઘને, કરી ઉપકાર જે સાહજી; જિનવર ચરિત્ર ને સામાચારી, સ્થવિરાવલી ઉમાહ્યો, જાણે એહની આણ જે લેશે, વરશે તે ભવ લાહોજી. ૩ ચઉથ્થ છઠું અઠ્ઠમ અઠ્ઠાઈ, દશ પંદર ને ત્રીશજી, પીસ્તાલીશ ને સાઠ પંચેતેર, ઈત્યાદિક સુજગશજી; ઉપવાસ એના કરીને આરાધે, પર્વ પર્યુષણ પ્રેમજી, શાસન દેવી વિશ્વ તસ વારે; ઉદય વાચક કહે એમ છે. ૪