________________
[ ૧૭૧]
પર્યુષણની સ્તુતિ. મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેર, મહિમા આગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃદ, એ પર્વ પર્વમાં, જેમ તારામાં ચંદ્ર. ૧૫ નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરૂ મુખ અધિકી લીજે; દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિકમણાં ધર, શીયલ અખંડિત ધાર. . ૨ જે ત્રિકરણ શુધ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ તવ, શેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણ સુણીને, સફળ કરે અવતાર. . ૩ સહુ ચૈત્ર જુહારી, ખમત ખામણાં કીજે, કરી સાતમી વત્સલ, કુમતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાયી, એમ કરતાં સંઘને, શાસનદેવ સહાયી. છે જ છે
પર્યુષણની સ્તુતિ પર્વ પર્યુષણ પુણ્ય પામી, પરિઘલ પરમાનંદજી, અતિ ઓચ્છવ આડંબર સઘળે, ઘર ઘર બહુ આનંદજી; શાસન અધિપતિ જિનવર વિરે; પર્વ તણાં ફળ દાખ્યાં, અમારિ તણો ઢઢોરો ફેરી, પાપ કરતા રાખ્યાં છે. જે ૧ | મૃગનયની સુંદરી સુકુમાળી, વચન વદે ટંકશાળીજી, પૂરે પનેતા મનોરથ મહારા, નિરૂપમ પર્વ નિહાળીજી; વિવિધ ભાતિ પકવાન કરીને, સંઘ સયલ રાતષજી, ચાવશે અનવર પૂજીને, પુણ્ય ખજાને પોષજી. . ૨ | સકલ સૂત્ર શિર મુગટ નગીને, કલ્પસૂત્ર જગ જાણેજી, વીરા